રાજકોટ, તા.25
ચાલુ ટ્રેનમાંથી ઉતરતીવેળાએ ઘવાયેલા પૂજારા પ્લોટના 15 વર્ષના બાળકનું સારવારમાં મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ભક્તિનગર સર્કલ પાસે પૂજારા પ્લોટ નં. 3/15ના ખૂણે રહેતો સોહમ મેહુલભાઇ પાઉ (ઉ.વ. 15) ગઇ તા.25-7ના તેના પિતા સાથે અમદાવાદ અગરબત્તીની ખરીદી કરવા ગયેલ હતો, જ્યાંથી તેઓ જબલપુર-સોમનાથ ટ્રેનમાં પરત રાજકોટ ફરી રહ્યા હતા ત્યારે રાજકોટ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેને ઉતરતી વેળાએ બાળક નીચે પટકાતા માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો. સોહમનું લાંબી સારવાર બાદ મોત નિપજ્યું હતું, બનાવ અંગે જાણ થતાં પ્ર.નગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમ.માં ખસેડ્યો હતો, બનાવથી પરિવારમાં શોકનું મોજાુ ફરી વળ્યું હતું.