આનંદ બંગલા ચોક પાસે બેકાબૂ સિટી બસે ઠોકરે લેતા એક્ટિવા સવાર યુવતીને ઇજા: ચાલકને માર મારી પથ્થરમારો કરતા ગુનો દાખલ

25 September 2023 05:33 PM
Rajkot
  • આનંદ બંગલા ચોક પાસે બેકાબૂ સિટી બસે ઠોકરે લેતા એક્ટિવા સવાર યુવતીને ઇજા: ચાલકને માર મારી પથ્થરમારો કરતા ગુનો દાખલ
  • આનંદ બંગલા ચોક પાસે બેકાબૂ સિટી બસે ઠોકરે લેતા એક્ટિવા સવાર યુવતીને ઇજા: ચાલકને માર મારી પથ્થરમારો કરતા ગુનો દાખલ

અકસ્માત થતા લોકો એકત્ર થયા હતા, પથ્થરોના ઘા થતા પોલીસ પણ દોડી ગઈ હતી, માલવીયાનગર પોલીસે ટોળા સામે ગુનો નોંધ્યો

રાજકોટ, તા.25

શહેરના મવડી મેઈન રોડ પર આનંદ બંગલા ચોક પાસે બેકાબૂ સિટી બસે ઠોકરે લેતા એકટીવા સવાર યુવતી ઘાયલ થઈ હતી. જે બાદ એકત્ર થયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. એકત્ર થયેલા લોકો દ્વારા ચાલકને મારમાર્યો હતો. જે અંગે માલવીયાનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.આ તરફ યુવતીને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા અને બસ ઉપર પથ્થરો ફેંકાતા કાચ તૂટ્યા હતા. બસમાં તોડફોડ કરી લોકોએ ચાલકને મારકુટ કરતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. માલવીયાનગર પાલીસે બન્ને પક્ષે ફરીયાદ નોંધી છે.

આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી થઈ છે. ઇજાગ્રસ્ત યુવતી બુધેશ્વર સોસાયટીમાં રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા દિપાલીબેન વાસુદેવભાઈ બરેડીયા (ઉ.25) હોવાનું જાણવા મળેલ. તે તેના ઘેરથી એકટીવા લઈને જતા હતા. તેમની ફરિયાદ પરથી સિટી બસ ચાલક સામે ગુનો નોંધાયો હતો. બીજી તરફ ચાલક જીવણભાઈ ગોવાભાઈ સોલંકી અને કંડેકટર રાહુલભાઈ રમેશભાઈ મકવાણાને ઢીકાપાટુનો માર મારી ટોળામાં રહેલા લોકોએ મારકુટ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે પાંચથી સાત અજાણ્યા શખસો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement