ઉદયપુર: ગઈકાલે બોલિવુડ એકટે્રસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીનાં નેતા સાંસદ રાઘવ ચઢ્ઢાનો ભવ્ય લગ્ન સમારોહ ઉદયપુરમાં ‘ધી લીલા પેલેસ’માં યોજાઈ ગયો. રાઘવની સેહરાબંધીથી લગ્નનો આરંભ થયો હતો.ત્યારબાદ તાજલેક પેલેસથી કલરફૂલ બારાત નીકળી હતી. જાનૈયાઓ સૂંદર રીતે શણગારાયેલી બોટમાં આવી પહોંચ્યા હતા.
કન્યા પરીણીતીના પરિવારે જાનૈયાઓનું પંજાબી સ્ટાઈલમાં ઢોલ વગાડીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. બપોરે વર-કન્યાએ એકબીજાને વરમાળા પહેરાવીને ચોરીના ચાર ફેરા ફર્યા હતા. લગ્નના આગલા દિવસે સાંજે ‘ધી લીલા પેલેસ’ખાતે ગાયક નવરાજ હંસે ગીત-સંગીતના તાલે મહેમાનોને ખુશ કરી દીધા હતા. સુમન શેઠીએ 90 ના દાયકાની થીમ પર ગીતો રજુ કર્યા હતા. આ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન સહિતની હસ્તીઓ ઉપસ્થિત હતા.