મુંબઈ: અત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસે ગણપતિ મહોત્સવમાં બોલીવુડની હસ્તીઓ ઉમટી પડી હતી. શાહરુખખાન, સલમાનખાન, પુજા હેગડે સહિતનાએ અહીં ગણપતિદાદાને પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત રિલાયન્સના નીતા મુકેશ અંબાણીના નિવાસસ્થાને પણ ગણપતિ ઉત્સવમાં બોલીવુડની હસ્તીઓ ઉમટી પડી હતી. મુખ્યમંત્રીના ઘેર ગણપતિ મહોત્સવમાં દંતકથારૂપ ગાયિકા આશા ભોસલે ઉપસ્થિત હતા. મુખ્યમંત્રીના પરિવારે આશા ભોસલેનું સન્માન કર્યુ હતું.
આશા ભોસલેની સાથે તેની પૌત્રી ઝેનાઈ ભોસલે પણ ઉપસ્થિત હતા. આ તકે ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી તેના પુત્ર સાથે આવી હતી તે સિલ્કની સાડીમાં સુંદર દેખાય હતી. મુખ્યમંત્રી શિંદેના નિવાસે ગણેશોત્સવમાં ભૂમિ પેડનેકર, સલમાનખાનની બેન અર્પિતાખાન, બનેવી આયુષ શર્મા, કાજલ અગ્રવાલ, રાજકુમાર રાવ, પત્ની પત્રલેખા, ફિલ્મ મેકર બોની કપુર પુત્રી ખુશી સાથે હાજર હતા. આ ઉપરાંત અમિષા પટેલ, રકુલ પ્રીત સિંઘ, અર્જુન રામપાલ, મધુર ભંડારકર પણ ઉપસ્થિત હતા.