મુંબઈ: આલિયા ભટ્ટે તેનો ફર્સ્ટ સેલીબ્રીટી ક્રશ રણબીરકપુર નહીં, શાહરુખખાન હતો. જયારે તેને ફર્સ્ટ સેલીબ્રીટી ક્રશ વિષે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો- શાહરુખખાન. તેણે જણાવ્યું હતું કે શાહરુખ ઘણા વર્ષો સુધી મારો પ્રિય સ્ટાર રહ્યો છે. તાજેતરમાં શાહરુખખાન સાથેની ટીવી ટોકમાં તેણે બોલીવુડના બાદશાહ પ્રત્યે લગાવ હોવાનું સ્વીકાર્યું હતું.
તેણે એમ પણ કહ્યું હતું કે જો તેને કોઈ પુરુષ સાથે ડેટીંગ કરવાનો મોકો મળે તો તે શાહરુખ સાથે જ ડેટીંગ કરશે. ઉલ્લેખનીય છે કે આલિયા અને શાહરુખ ખાને બન્નેએ વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘ડિયર જીંદગી’માં સાથે કામ કર્યું હતું. શાહરુખે આલિયાની પુત્રી રાહાને પણ શુભકામના પાઠવી હતી. ફેન્સ સાથેની વાતચીત દરમિયાન શાહરુખે કહ્યું હતું કે આલિયા તેને શા માટે ‘એસઆર’ કહીને બોલાવે છે. તેણે તેનો હસતા હસતા અર્થ કહ્યો હતો- એસઆરનો મતલબ છે સ્વીટ અને રિસ્પેકટેડ.