મુંબઇ: શાહીદ કપુરને લઇને સુપર હિટ ફિલ્મ બનાવનાર ફિલ્મમેકર સંદિપ રેડ્ડી હવે તેની નવી ફિલ્મ એનિમલ લઇને આવી રહ્યા છે. જેમાં અનિલ કપુર અને રણબીર કપુર બાપ-બેટાના રોલમાં ચમકે છે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અનિલ કપુરે લખ્યું છે. એનિમલ કા બાપ.... બલબીરસિંઘ! પોસ્ટરમાં અનિલ ઘાલય અને ચહેરા પર ઉઝરડાની હાલતમાં દેખાય છે. તેની આજુ બાજુ રંગીન ફૂલો વોલ પેપરમાં દેખાય છે જ્યારે અનિલ કપુરે આ પોસ્ટર શેર કર્યું કે તરત જ તેના પુત્ર હર્ષવર્ધન કપૂર ફાયર ઇમોજીસથી રિએકશન આપ્યું હતું.
અનિલના જમાઇ અને થેન્કયુ ફોર કમીંગના જમાઇ કરણ બુલાનીએ સનગ્લાસ ફેસ સાથેના ઇમોજીને પોસ્ટ કરીને લખ્યું અનિલ કપુર વર્સીસ રણબીર કપુર... ચાલો, હું વધુ રાહ નથી જોઇ શકતો. અનિલ કપુરની પોસ્ટને લઇને ફેન્સે લખ્યું, તમારી કોઇને સાથે તુલના ન થઇ શકે. ઉલ્લેખનીય છે કે અનિલ-રણબીર સ્ટારર ફિલ્મ એનિમલમાં પુષ્પા ફેમ રશ્મિકા મંદાના અને બોબી દેઓલ લીડ રોલમાં ચમકી રહ્યા છે, ફિલ્મ થિયેટરમાં 1 ડિસેમ્બર-2023એ રિલીઝ થશે જેની ટક્કર વિકી કૌશલ સ્ટારર ફિલ્મ સામ બહાદુર સાથે થશે.