આજી ફિલ્ટર પ્લાન્ટમાં અજગર ઘુસી જતા દોડધામ

25 September 2023 05:39 PM
Rajkot
  • આજી ફિલ્ટર પ્લાન્ટમાં અજગર ઘુસી જતા દોડધામ

ઝુનો સ્ટાફ પમ્પ હાઉસમાં દોડયો : ગટરમાંથી માંડ બહાર કઢાયો : વન વિભાગને સોંપવા કાર્યવાહી

રાજકોટ, તા. 25
શહેરના આજી ડેમ ખાતેના ફિલ્ટર પ્લાન્ટ સંકુલમાં ગઇકાલે 15.5 ફુટનો વિશાળ અજગર આવી ચડતા દોડધામ થઇ હતી. બાદમાં ઝુ શાખાએ અજગર વન વિભાગને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.

મહાનગરપાલિકા હસ્તકનાં આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ ખાતેના પંપ હાઉસની ઓરડીમાં ગઇકાલે રાત્રીના અંદાજે 9 કલાકે ફરજ પરના કર્મચારીઓને મહાકાય અજગર જોવા મળતા તેઓએ અધીકારીને અજગર હોવાની જાણ કરી હતી. અધીકારી દ્વારા તુરંત ઝૂ સુપ્રિ.ને ઘટનાની જાણ કરાતા તુરંત જ ઝૂ શાખાના અનુભવી એનીમલ કિપરની ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી.

એનીમલ કિપર તથા વેટરનરી આસિસ્ટન્ટ દ્વારા સ્થળ તપાસ કરતા પંપ હાઉસની ઓરડીની અંદર ખુબ જ વિશાળ કદનો અંદાજે 15 થી 16 ફૂટનો અજગર જોવા મળ્યો હતો. આ પંપ હાઉસની ઓરડીમાં વાયરીંગ પસાર કરવા માટે ગટર બનાવવામાં આવેલ હોવાથી અજગર ગટરમાં જતો રહેતા તેમજ અટપટી જગ્યાના કારણે મહામહેનતે દોઢ કલાકની જહેમતનાં અંતે અજગરને સહી સલામત બહાર કાઢી પકડવામાં આવેલ હતો.

વેટરનેરી ઓફીસર દ્વારા આ અજગરનું નીરીક્ષણ કરાતા અજગર 15.5 ફૂટ લંબાઇ તથા માદા જાતીનો હોવાનું જણાયેલ છે. આ અજગર તંદુરસ્ત હોય, કુદરતી રક્ષીત વિસ્તારમાં મુક્ત કરવા માટે વન વિભાગને સુપ્રત કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement