રાજકોટ તા.25
શાપર-વેરાવળ ગામે જીઆઈડીસી વિસ્તારમાં શાંતિધામ રોડ પાસે બંધ કારખાનાની પાણીની ટાંકીમાંથી બિરેશ ધરમ ચૌહાણ (ઉ.વ.34) નામના બિહારી શ્રમિકનો મૃતદેહ મળ્યો હતો. જાણ થતા શાપર પીએસઆઈ આર.કે.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ સિવિલમાં ખસેડયો હતો.
બનાવ અંગે પોલીસે તપાસ કરતા જાણવા મળેલ કે, મૃતક મજુરી કરતો, તેની પત્ની કોરોના મહામારી વખતે બીમારીથી મૃત્યુ પામી હતી. બે ભાઈ એક બેનમાં નાનો હતો. શાપરમાં સરધાર ચોકમાં રહેતો. દારૂ પીવાની ટેવ હતી મન પડે ત્યારે ઘરેથી નીકળી જતો. નશામાં અકસ્માતે ટાંકીમાં પડી ગયા બાદ ડુબી જતા મોત થયાનું પોલીસે અનુમાન લગાવ્યું છે.