લંડન,તા.25 : બાળકોના શારીરિક વિકાસ માટે ઘણીવાર આહાર અને કસરત પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ આ પૂરતું નથી. તેમની ઉંચાઈની યોગ્ય વૃદ્ધિ માટે પ્રેમ, આશા અને ખુશી જેવા મનોવૈજ્ઞાનિક સમર્થનની પણ જરૂર છે. બ્રિટનમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસ જણાવે છે કે કોઈપણ સમાજમાં બાળકોના વિકાસમાં મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોને અવગણી શકાય નહીં.
અભ્યાસમાં, સંશોધકોએ વિશ્વના બે ખૂબ જ અલગ દેશો, ગ્વાટેમાલા અને નેધરલેન્ડના લોકોની સરેરાશ ઊંચાઈની સરખામણી કરી. ગ્વાટેમાલાના લોકો વારંવાર રાજકીય અસ્થિરતા, અનિશ્ચિતતા અને હિંસાનો સામનો કરે છે. અહીં પુરુષોની સરેરાશ ઊંચાઈ 163 સેમી છે, જ્યારે સ્ત્રીઓની છે સરેરાશ ઊંચાઈ 149 સેન્ટિમીટર છે. જ્યારે નેધરલેન્ડ, જ્યાં સામાજિક સંભાળ અને નાગરિકોની સુરક્ષા પર ઘણું ધ્યાન આપવામાં આવે છે. અહીં પુરુષોની સરેરાશ ઊંચાઈ 183 સેન્ટિમીટર અને સ્ત્રીઓની સરેરાશ ઊંચાઈ 169 સેન્ટિમીટર છે.
પચાસ વર્ષમાં કર્યો અભ્યાસ: લોફબોરો યુનિવર્સિટીના જૈવિક માનવશાસ્ત્રી પ્રોફેસર બેરી બોગિન છેલ્લા પચાસ વર્ષથી મનુષ્યની ઊંચાઈનો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અભ્યાસના પરિણામોની અસર ઘરેલું સ્તર પર નહીં પરંતુ સામાજિક સ્તર પર પડશે. તેમના મતે, સમાજના સ્વાસ્થ્ય અને સ્થિરતાની સીધી અસર નાગરિકોના કદ પર પડી શકે છે. પ્રોફેસર બોગિન કહે છે કે આશા અને સ્નેહના અભાવ જેવી લાગણીઓ એક પ્રકારનો ઝેરી ભાવનાત્મક તાણ પેદા કરે છે.અને જેની અસર માનવીના ઊંચાઈ સાથે સંબંધ ધરાવે છે.