નવીદિલ્હી,તા.25
ભારતીય ઓલ રાઉન્ડર અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયા સામે રાજકોટમાં રમાનાર ત્રીજા વન ડે મેચમાંથી બહાર થઈ ગયો છે. 27મી સપ્ટેમ્બરે યોજાનાર આ મેચ માટે પોતાની ફીટનેસ સાબીત કરવાનો મોકો હતો કારણ કે તે વર્લ્ડ કપ 23 ટીમનો ભાગ છે. જો કે તે હજુ સુધી એશિયા કપ 2023 દરમિયાન થયેલી ઈજામાંથી સ્વસ્થ નથી થઈ શકયો.
આ પરિસ્થિતિમાં તે વન ડે સીરીઝની છેલ્લી મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ઈજાને કારણે અક્ષર પટેલ એશિયા કપ 2023 ફાઈનલ નહોતો રમી શકયો, તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને મોકો અપાયો હતો.