નવી દિલ્હી: ભારતના વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં અભ્યાસનો ક્રેઝ સતત વધી રહ્યો છે અને છેલ્લા ત્રણ માસમાં દિલ્હી ખાતેની અમેરિકી દૂતાવાસ કચેરીએ 90000 વિદ્યાર્થી વિસા મંજુર કર્યા છે. આ એક ખૂબજ મહત્વપૂર્ણ સિદ્ધિ હોવાનો દાવો અમેરિકી દૂતાવાસે કર્યો છે. જૂન 2023થી ઓગષ્ટ 2023 સુધીમાં આ 90000 વિસા આપવામાં આવ્યા છે.
દુનિયામાં આ ચાર માસમાં જે સ્ટુડન્ટ વિસા અપાયા તેના 25% વિસા એકલા ભારતના જ વિદ્યાર્થીઓને મળ્યા છે. અમેરિકી એમ્બેસીએ આ વિસા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી.