રાજકોટ,તા.25 : રાજકોટની ભાગોળે આવેલા બેડી વાછકપર ગામે વાડીના સેઢે રાખેલી રૂપિયા 60,000 ની કિંમતની વીજ મોટરની કોઈ ચોરી કરી ગયા અંગેની કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના કોઠારીયા ગામમાં રહેતા ગીરીશભાઈ લાલજીભાઈ જાદવ(ઉ.વ.33) દ્વારા કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બેડીવાછકપર ગામની સીમમાં આવેલી તેમની વાડીએ વાડીના સેઢે રાખેલી પાણીની પાંચ વર્ષ પાવરની વીજ મોટર કે જેની કિંમત રૂપિયા 60,000 છે તે કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.