દિલ્હીમાં ટ્રુડોનું વિમાન ખરાબ થઇ જવા પાછળ પણ ભારતનો હાથ: બિલ બ્લેર

25 September 2023 05:43 PM
India
  • દિલ્હીમાં ટ્રુડોનું વિમાન ખરાબ થઇ જવા પાછળ પણ ભારતનો હાથ: બિલ બ્લેર

હવે કેનેડાના રક્ષામંત્રીનો પાયાવિહોણો આરોપ

ઓટાળા (કેનેડા), તા.25
ગત સપ્તાહે કેનેડામાં ખાલિસ્તાની આતંકી નિઝઝરની હત્યા પર ભારત પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો અને આ આક્ષેપને પગલે બન્ને દેશો વચ્ચે સંબંધો વણસી ગયા છે ત્યારે હવે કેનેડાના રક્ષામંત્રી બીલ બ્લેરે ભારત પર વધુ એક પાયાવિહોણો આક્ષેપ લગાવ્યો છે કે જી-20 બાદ કેનેડાના વડાપ્રધાન ટ્રુડોના અધિકારિક વિમાનમાં ખરાબી આવવા પાછળ પણ ભારતનો હાથ હતો.

ઉલ્લેખનીય છે કે, જી-20 સમિટ પુરી થયા બાદ કેનેડાના પીએમ ટ્રુડોના વિમાનમાં ટેકનિકલ ફોલ્ટ આવી ગયો હતો જેના કારણે તેમને બે દિવસ દિલ્હી રોકાવવું પડયું હતું. હવે આ મામલે કેનેડાના રક્ષા મંત્રી બિલ બ્લેરે ભારત પર આક્ષેપ મૂક્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement