► ફાર્માસિસ્ટો કામ નહીં કરે તો પગાર નહીં આપવાની રાજય સરકારની ચિમકી
રાજકોટ તા.25 : રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટોએ વેકિસન કોલ્ડ ચેઈન હેન્ડલર રીતે વધારાની કામગીરીનું ઈન્સેન્ટીવ રૂા.10,000 ચૂકવવા તથા આગામી દસ દિવસમાં ફાર્માસિસ્ટ માટે જો વેકિસન કોલ્ડ ચેઈન હેન્ડલરનું માસિક ભથ્થું જાહેર નહીં કરવામાં આવે તો વેકિસનની વધારાની કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનું રાજય વ્યાપી એલાન જાહેર કરેલ છે. ગાંધીનગરથી નિયામક દ્વારા કામગીરી નહીં કરનારા ફાર્માસિસ્ટો સામે નો-વર્ક, નો-પે મુજબ કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય અધિકારીઓને લેખિત આદેશ આપવામાં આવ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં મરમૂરા તયગ બનસરની દહેશત છે.
છેલ્લા બે મહિનાથી જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટોની વર્ષો જૂની પડતર માંગણીઓ ન સંતોષાતા આંદોલન પર ઉતર્યા છે. ગુજરાત સ્ટેટ પંચાયત ફાર્માસિસ્ટ એસો. દ્વારા સરકારના આરોગ્ય વિભાગ સામે કામગીરીના બહિષ્કારનું આંદોલન શરૂ કરવામાં આવેલું છે. જે બહિષ્કારમાં સમગ્ર ગુજરાતના અંદાજિત 1400 ફાર્માસિસ્ટ અને રાજકોટ જિલ્લાના 50થી વધુ ફાર્માસિસ્ટોએ પણ એસો.ના સમર્થનમાં વેકિસનની કામગીરી બંધ કરતા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ઓનલાઈન ઓફલાઈન કામગીરી ખોરંભે પડી છે.
ફાર્માસિસ્ટોને લગતી વેકસીનની જાળવણક્ષ, વેકિસન ઈસ્યુ ને લગતા રેકોર્ડ, રજીસ્ટર સહિતની કામગીરીના બહિષ્કાર કરતા વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવા ગાંધીનગર દ્વારા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીઓને નોટીસ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરનારા ફાર્માસિસ્ટો સામે અગાઉની બાકી પેન્ડીંગ ડેટા એન્ટ્રી તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ હવેથી વેકિસન સ્ટોક, કોલ્ડ ચેન જાળવણી રોજ અપડેટ કરવા જણાવવામાં આવ્યું છે અને તારીખ 30-9-2023 સુધી કામગીરી પૂર્ણ ન થાય તો ફાર્માસિસ્ટો સામે નો-વર્ક, નો-પેનાં સિધ્ધાંત મુજબ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે.