રાજકોટ, તા.25 : શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના કહેર વચ્ચે છેલ્લા સપ્તાહમાં ડેંગ્યુ, ચીકનગુનીયા સહિતના ખતરનાક તાવના રર કેસ નોંધાયા છે. તો સિઝનલ રોગચાળાના પણ 700થી વધુ દર્દી નોંધાયા છે. આરોગ્ય શાખાએ જાહેર કરેલી વિગતો મુજબ તા.18-9થી ર4-9 દરમ્યાન મેલેરીયાના બે, ડેંગ્યુના 10 અને ચીકનગુનીયાના પણ 10 દર્દીની નોંધ થઇ છે.
આ અરસામાં શરદી, ઉધરસના 516, સામાન્ય તાવના 49 અને ઝાડા-ઉલ્ટીના 146 દર્દીની નોંધ આવી છે. આ સિવાય ખાનગી દવાખાનાઓમાં નોંધાતા કેસની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 18 થી 24 દરમ્યાન 20,935 ઘરોમાં પોરાનાશક અને 3293 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઇ હતી જેમાં વૈશાલીનગર, હા.બોર્ડ, અમીન માર્ગ, હરીહર, એસ્ટ્રોન સોસા., કાલાવડ રોડ, નિર્મલા રોડ, લીંબુડી વાડી, મોરબી રોડ, અંબિકા પાર્ક, મીરા પાર્ક, મધુવન, જય જવાન જય કિસાન, સદગુરૂ પાર્ક, છત્રપતિ શિવાજી ટાઉનશીપ સહિતની આવાસ યોજના, જંકશન, ગાયકવાડી, હંસરાજનગર સામેલ છે.
આ ઉપરાંત કરણપરા, રણછોડવાડી, મારૂતિનગર, પેડક રોડ, માર્કેટ યાર્ડ રોડ, અયોધ્યા રેસી., રૈયા રોડ, તક્ષશીલા, જીવરાજ પાર્ક, નાગેશ્ર્વર, ન્યુ બાલમુકુંદ, તુલસી બાગ, રવિરત્ન, સોમનાથ, ગુરૂજી આવાસ, જનતા સોસા., કિશાનપરા, જાગનાથ, સરદારનગર, કોલેજવાડી, પંચનાથ પ્લોટ, સોનીબજાર, દિવાનપરા, રઘુવીરપરા, પરાબજાર, સાંગણવા ચોક, કોઠારીયા નાકા, રામનાથપરા, પેલેસ રોડ, મનહર પ્લોટ, ભકિતનગર સહિતના વિસ્તારમાં પણ ફોગીંગ કરાયું હતું.
ડેન્યું રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં સઘન ચકાસણી કરીને નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 562 પ્રીમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંકમાં 290 અને કોર્મશીયલ 62 આસામીને નોટીસ તથા 12 આસામી પાસે થી રૂા.6,220નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ છે.