ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ પુંડુચેરી ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એસ. સેલવાંગબટ્ટી નાગાલેન્ડના પ્રદેશ પ્રમુખ તરીકે બેન્જામીન યેથોમી અને મેઘાલયના નવા પ્રદેશ પ્રમુખ તરીકે રીકમાન મોમીનની નિયુક્તિ કરી છે. હજુ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મુદત પણ જુલાઈમાં પુરી થઈ છે પરંતુ માનવામાં આવે છે કે તેમને યથાવત રખાશે.