► ફ્લોર પ્રાઈસ ઈક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતાં 28 ગણી છે અને કેપ પ્રાઈસ ઈક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતાં 30 ગણી છે
► બિડ/ઓફર સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે અને બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર બિડિંગની તારીખ શુક્રવાર, સપ્ટેમ્બર 22, 2023 હશે
► બિડ ઓછામાં ઓછા 50 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 50 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે
અમદાવાદ, અપડેટર સર્વિસીસ લિમિટેડ (કંપની), સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023ના રોજ તેના ઈક્વિટી શેર્સના આઈપીઓના સંદર્ભમાં તેની બિડ/ઓફર ખોલશે. ઓફરમાં રૂ. 4,000.00 મિલિયન (ફ્રેશ ઈશ્યૂ) સુધીના ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો (વેચાણ માટેની ઓફર અને ફ્રેશ ઈશ્યૂ સાથે મળીને ઓફર) દ્વારા 80,00,000 સુધીના ઈક્વિટી શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023 હશે. બિડ/ઓફર સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 280થી રૂ. 300 પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે.
બિડ ઓછામાં ઓછા 50 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 50 ઈક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. કંપની ઓફરના ઓબ્જેક્ટ્સના ભાગ રૂપે રૂ. 1,330.00 મિલિયનની રકમની ચૂકવણી અને/અથવા તેની કેટલીક બાકી ઉધારોની પુન:ચૂકવણી અને/અથવા પૂર્વચૂકવણી તરફ ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્ર કરવામાં આવેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે. વધુમાં, કંપની કુલ પ્રાપ્ત થનાર રકમમાંથી રૂ. 800.00 મિલિયન વણઓળખાયેલી ઈનઓર્ગેનિક પહેલ કરવા માટે, રૂ. 1,150.00 મિલિયન તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે અને કુલ મળનારી આવકમાંથી બાકીની આવક સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવા માગે છે.
વધુમાં, નેટ ક્યુઆઈબી ભાગનો 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, અને બાકીનો નેટ ક્યુઆઈબી ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જો માન્ય બિડ્સ ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ પ્રાપ્ત થઈ રહી હોય તો. આ ઉપરાંત, ઓફરના મહત્તમ 15% બિન-સંસ્થાકીય બિડર્સ માટે પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (જેમાંથી (1) ત્રીજા ભાગની અરજી રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે અને (2) બે તૃતીયાંશ રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે,
એ શરતે કે આવી પેટા-શ્રેણીઓમાંના કોઈપણમાંથી અનસબ્સ્ક્રાઇબ કરેલ ભાગ બિન-સંસ્થાકીય બિડર્સની અન્ય પેટા-કેટેગરીમાં અરજદારોને ફાળવવામાં આવી શકે અને ઓફરના મહત્તમ 10% સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર રિટેલ વ્યક્તિગત બિડર્સ માટે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ પ્રાપ્ત થતી માન્ય બિડને આધિન છે. આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) છે. આ અખબારી યાદીમાં ઉલ્લેખિત તમામ કેપિટલાઇઝ્ડ શબ્દો કે જે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી તેનો સમાન અર્થ આરએચપીમાં સૂચવ્યા મુજબનો રહેશે.