◙ બુધની બેઠક પરના ઉમેદવાર જાહેર થયાની રાહ: 2006થી મુખ્યમંત્રી અહી ચુંટાતા આવે છે: પ્રચારમાં મોદી બાદ બીજો ચહેરો છે
નવી દિલ્હી:
મધ્યપ્રદેશમાં ભાજપે પક્ષના અનેક પીઢ ચહેરાઓ જેઓ રાજયમાં મુખ્યમંત્રીપદના દાવેદાર તરીકે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત સાત સાંસદોને ટિકીટ આપી છે અને હજુ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણની બુધની બેઠક પરના ઉમેદવાર જાહેર નહી થતા ગુજરાત માફક પક્ષના અનેક સીનીયર નેતાઓને અમો ચુંટણી લડવા માંગતા નથી તેવી ફોર્મ્યુલા અપનાવાય તેવા સંકેત છે.
ગુજરાતમાં ટિકીટની જાહેરાત પુર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અનેક સીનીયર નેતાઓને તેઓ ચૂંટણી લડવા માંગતા નથી તેવી જાહેરાત ‘સ્વૈચ્છીક કરાવી હતી અને આ રીતે અનેક નેતાઓને ફરજીયાત નિવૃત કરી દેવાયા હતા અને હવે મધ્યપ્રદેશમાં પણ તેજ ફોર્મ્યુલા અપનાવાય તેવી શકયતા છે. જેમાં મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ નંબર ટુ ગણાતા નરોતમ મિશ્રાનો પણ સમાવેશ થાય છે અને હવે પણ આ માટે આખરી ઘડીએજ જાહેરાત કરશે.