પંચમહાલના ગજાપુરામાં નહાવા પડયા ચાર બાળકો ખાડામાં ડૂબ્યા

26 September 2023 04:10 PM
Ahmedabad Gujarat
  • પંચમહાલના ગજાપુરામાં નહાવા પડયા ચાર બાળકો ખાડામાં ડૂબ્યા

અમદાવાદ,તા.26
પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામે એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં ચાર માસુમ બાળકો ડૂબી જવાથી મોત થયા છે. આ સમગ્ર ઘટનામાં આજે વહેલી સવારે રમતા રમતા તળાવમાં ખાડામાં નાહવા ગયેલા ચાર બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યાં હતા. તેમના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ દર્દનાક અકસ્માતમાં સર્વત્ર ગજાપુરા ગામમાં શોકની માહોલ છવાઈ ગયો હતો, કારણ કે આ ચારેય બાળકો એક જ પરિવારના કૌટુંબિક હોવાનું કહેવાય છે. તમામ બાળકો અંદાજીત 10થી 12 વર્ષની ઉંમર હતી. આ ઘટનાને લઈ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સ્થળ પર પહોંચ્યા હતા. ગજાપુરા ગામના એક જ પરિવારના 4 માસૂમ બાળકોના મોત થતા પરિવારમાં ભારે આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા.

મૃતક બાળકોના નામ સંજય વીરાભાઈ બારીયા,10 વર્ષ રાહુલ રમેશભાઈ બારીયા,11 વર્ષ પરસોત્તમ રાજુભાઇ બારીયા,9 વર્ષ અંકિત અરવિંદભાઈ બારીયા,11 વર્ષ ઘોઘંબા તાલુકાના ગુંદી નજીક આવેલા માલુ ગજાપુરા ગામે આવેલા તળાવમાં આજે સવારે ચાર બાળકો ડૂબ્યા હતા. ગામના 4 બાળકો તળાવ કિનારે રમવા માટે ગયા હતા.

જે પૈકી બે બાળકો તળાવના પાણીમાં ઉતર્યા હતા. જેઓ તળાવના ઊંડા ખાડાના પાણીમાં ડૂબતા બહાર અન્ય બે બાળકો તેમને બચાવવા પાણીમાં ઉતર્યા હતા.અન્ય સાથી મિત્રએ ડૂબી ગયા અંગેની પરિવારને જાણ કરી.


Related News

Advertisement
Advertisement
Advertisement