રાજકોટ : ઓસ્ટ્રેલિયાના પેસ બોલર મિશેલ સ્ટાર્ક રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક જણાવ્યું હતું કે અમારા માટે ત્રીજો મેચ મહત્વનો છે. વિશ્વ કપ પૂર્વે આ મેચ ઓસ્ટ્રેલિયા માટે પણ અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ છે.ત્યારબાદ બે વોર્મ મેચ છે ત્યારે આ મેચમાં અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. પત્રકારો સાથે વાતચીત કરતા મિશેલ સ્ટાર્કે જણાવ્યું હતું
કે ભારતીય મેદાન ઉપર અલગ અલગ ક્ધડીશન જોવા મળતી હોય છે. સાઉથ આફ્રિકા અને જે શ્રેણી રમીને અહી આવ્યા તેના કરતા વિપરીત છે. ઘણા ખેલાડીઓ ઇજામાંથી બહાર આવ્યા છે અને અહીં એડજેસ્ટ થઈ રહ્યા છે. વર્લ્ડ કપ પર અમારી પણ નજર છે અને અહીંના વાતાવરણ સાથે મેચ થાય રહ્યા છીએ. રાજકોટની બેટિંગ ફ્રેન્ડલી વિકેટ હોવા છતાં કન્ડિશન પ્રમાણે બોલિંગ કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા આ મેચ પૂર્વે પોતાની બેસ્ટ ટીમ ઉતારીને વર્લ્ડ કપ પૂર્વે આત્મવિશ્વાસ પાછો મેળવવાની કોશિશ કરશે.
સ્ટાર્કે જણાવ્યું હતું કે મેક્સવેલ નું ટીમમાં આગમન થયું છે અને તે વર્લ્ડ કપ માટે એક્સફેક્ટર સાબિત થશે. વિશ્વ કપમાં ગ્લેન મેક્સવેલ મહત્વનો ઓલરાઉન્ડર બની શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં અલગ અલગ જગ્યા પર વિકેટો અલગ અલગ અને ગ્રાઉન્ડની પરિસ્થિતિ અલગ હોય છે ગરમી પણ આ વખતે વધારે જોવા મળી રહી છે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલા અનુભવ પછી ગરમીમાં બોલિંગ કરવા માટે પણ હવે બોલરો ટેવાયેલા છે.