બાગેશ્વરધામના બાબાએ વડોદરામાં ગરબાના પ્રવેશ દ્વારે ગંગાજળનું કેન મૂકવાનું સૂચન કર્યું!

21 October 2023 04:55 PM
Vadodara Gujarat
  • બાગેશ્વરધામના બાબાએ વડોદરામાં ગરબાના પ્રવેશ દ્વારે ગંગાજળનું કેન મૂકવાનું સૂચન કર્યું!

વડોદરા,તા.21
ગઈકાલે વડોદરાના જાણીતા અને રાજવી પરિવાર તથા અન્ય દ્વારા આયોજિત લક્ષ્મી વિલાસ ગરબા મહોત્સવમાં બાગેશ્વર ધામના જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીજી આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખેલૈયાઓ તથા આયોજકોને સંબોધીને પોતની વાત મૂકી હતી.

તેમણે જણાવ્યું કે, ભારત હિન્દૂ રાષ્ટ્ર કી જય, વડોદરા વાસીઓ તમે કેમ છો ! મજામાં. તેમણે વધુમાં જણાવ્યું કે, ગરબા મહોત્સવમાં પાવન પર્વ પર અહીંયા છું. હું હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. તમારી આવી ઉર્જા બરકરાર રહે. અને ભારત હિન્દૂ રાષ્ટ્ર ઘોષિત થઈ જાય. એક વાત કહું નફરત નહિ હમ પ્રેમ કે આદિ હૈ, ગર્વ સે કહો હમ હિન્દુત્વ વાદી હૈ.

ગરબા મહોત્સવના આયોજકોને કહેવું કે, "આવતા વર્ષે ગરબાના પ્રવેશ દ્વાર પર ગંગાજળની કેન મુકો, જેથી ધર્મ વિરોધી શુદ્ધ થઈ સનાતની બનીને આવે". ભારત બાબરનું નહિ પણ રઘુવરનું છે. હવે ભારતમાં બજરંગબલીનું ચાલશે. ભારત રામનું છે, દીકરી સીતા છે, કણ કણ માં રામ છે, દીકરા રામ છે.

પહેલા ગરબા થતા હતા. બીજા ધર્મના લોકો આવતા, કહેતા ભાઈ ચારો છે, અમને પૂછ્યું ભાઈચારામાં શુ કરવું છે ? મેં કહ્યું ભાઈચારો જ કેમ બહેનચારો પણ થવા દો, તમે પણ પરિવારને લઈને આવો. ગરબા થવા દો. અમે કોઈના વિરોધી નથી. પણ પોતાના ધર્મને લઈ કટ્ટર છીએ.


Related News

Advertisement
Advertisement
Advertisement