વડોદરામાં ઈઝરાયેલના વિરોધમાં પોસ્ટર લઈને નીકળેલા લોકો પોલીસને જોઈને ભાગ્યા

21 October 2023 05:03 PM
Vadodara
  • વડોદરામાં ઈઝરાયેલના વિરોધમાં પોસ્ટર લઈને નીકળેલા લોકો પોલીસને જોઈને ભાગ્યા

પોલીસે ત્રણ શખ્સોને પકડી, ગુનો નોંધ્યો

વડોદરા,તા.21 : ત્યારે ગતરોજ શહેરના તાંદલજા વિસ્તારમાં ઇઝરાયલ વિરુદ્ધ પોસ્ટર લઈને વિરોધ કરવા નીકળેલા યુવાનો પોલીસને જોતા જ વિખેરાઈ ગયા હતા. જો કે આ મામલે પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પીએસઆઈ આર. સી. શર્માએ નોંધાવેલી ફરિયાદ અનુસાર,તાંદલજા ફૈઝ સ્કૂલ પાસે અમુક લોકો ઇઝરાયલ અને ફિલ્મીસ્ટીન વચ્ચે યુદ્ધ ચાલવા બાબતે ઇઝરાયલ વિરુદ્ધ હાથમાં પોસ્ટરો લઈ જાહેરમાં રેલી પ્રદર્શન કાઢી જ્યાં 10 - 15 જેટલા પુરુષો ઇઝરાયલનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.

તે અંગે પરવાનગી અંગે પૂછતાં તેઓ કી આપી શક્યા ન હતા. રેલીમાં આમીરખાન સલીમખાન પઠાણ (રહે. અમઝદ પાર્ક, તાંદલજા), હસનેન સલીમભાઇ બેલીમ (ઉ. 21) (રહે. ખ્વાજા એપાર્ટમેન્ટ, કારેલીબાગ) અને ફૈઝલ ફારૂકભાઈ શેખ (રહે. કૃષ્ણ નગર, તાંદલજા) ને પકડી પાડવામાં આવ્યા હતા. બાકીના વિખેરાઈ ગયા હતા. પોલીસે સમગ્ર મામલે ત્રણેય સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન કરી દેવામાં આવ્યું છે.


Advertisement
Advertisement
Advertisement