વડોદરામાં ઈઝરાયેલના વિરોધ મામલે કુલ 9 દેખાવકારોની ધરપકડ

23 October 2023 05:26 PM
Vadodara Crime
  • વડોદરામાં ઈઝરાયેલના વિરોધ મામલે કુલ 9 દેખાવકારોની ધરપકડ

વડોદરા,તા.23

હાલ ઇઝરાયલ અને કીલીસ્તીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં બને તરફે લોકો પોતપોતાનો સપોર્ટ બનાવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં શહેરના તાંદલજા વિસ્તારમાં ઇઝરાયલ વિરુદ્ધ પોસ્ટર લઈને વિરોધ કરવા નીકળેલા યુવાનો પોલીસને જોતા જ વિખેરાઈ જવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. અને અન્ય આરોપીઓને પકડી પાડવા માટે વિવિધ ટિમો બનાવવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી પોલીસે 9 આરોપીને દબોચી લીધા છે.

સમગ્ર મામલે 20 ઓક્ટોબરના રોજ જે. પી. રોડ. પોલીસ મથકમાં પીએસઆઈ આર. સી. શર્માએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, શહેરમાં તહેવારો તથા શોભાયાત્રાઓ યોજવામાં આવે છે. કોઈ પણ પ્રકારની સુલેહ તથા જાહેર સલામતીનો ભંગ ન થાય તે માટે પરવાનગી વગર જાહેરમાં સરઘસ નહિ કાઢવા માટે ઉપરી અધિકારી તરફથી સૂચન મળ્યું 20, ઓગસ્ટના રોજ જે પી પોલીસ સ્ટેશન ખાતે હાજર હતો ત્યારે બાતમી મળી કે, તાંદલજા ફૈઝ સ્કૂલ પાસે અમુક લોકો ઇઝરાયલ અને કીલીસ્ટીન વચ્ચે યુદ્ધ ચાલવા બાબતે ઇઝરાયલ વિરુદ્ધ હાથમાં પોસ્ટરો લઈ જાહેરમાં રેલી પ્રદર્શન કાઢી રહ્યા છે. જે આધારે સ્ટાફ બપોરે સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં 10 - 15 જેટલા પુરુષો ઇઝરાયલનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.પરવાનગી અંગે પૂછતાં તેઓ માહિતી આપી શક્યા ન હતા. રેલીમાં હાજર પૈકી બે ને પકડી પાડવામાં આવ્યા હતા. બાકીના વિખેરાઈ ગયા હતા.જે બાદ અન્ય લોકોને પકડવા માટે પોલીસે વિવિધ ટિમો એક્ટિવ કરી દીધી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement