ભચાઉ તા.3
શીવુભા દેશળજી જાડેજા (રહે. રામવાવ તા.રાપર કચ્છ) દ્વારા મોજે રામવાવ મધ્યેની રે.સ.નં. 966,967 તથા 968માં ગેરકાયદેસર દબાણ થયેલ હોવાની રજુઆત કરવામાં આવેલ છે.
અરજદારના જણાવ્યા અનુસાર સર્વે નંબર 966માં આવેલ ખોળની મીલ તથા 28 દુકાનો વિગેરેનું દબાણ દુર કરવાનું બાકીમાં છે વધુમાં અરજદારના જણાવ્યા અનુસાર સ.નં. 966માં હાલ મીલનું બાંધકામ કાર્ય ચાલુ છે સર્વે નંબરમાં જો કોઈપણ પ્રકારનું વાણીજય દુકાનો કે મીલનું બાંધકામ ચાલુ હોય તો તાત્કાલીક અસરથી બંધ કરવા જણાવાયું છે. જયાં સુધી સદર દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી ગૌચર જમીનમાં કોઈપણ પ્રકારના બાંધકામ ન કરવા તાલુકા વિકાસ અધિકારી રાપર કચ્છએ જણાવેલ છે.