રાજકોટ,તા.3 : મુંદ્રામાં બીજા માળે રમતાં રમતાં નીચે પટકાયેલ સાડા ચાર વર્ષની રીયા નામની બાળકીનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ કચ્છના મુંદ્રામાં રહેતાં એન.આઈ.સી.ટાઉનશીપમાં રહેતાં ભાવિનભાઈ ભટ્ટની સાડાચાર વર્ષની પુત્રી રીયા ગઈ તા.28-10ના ટાઉનશીપમાં બીજા માળે પોતાના ફલેટ પાસે રમતી હતી.ત્યારે અચાનક ત્યાંથી નીચે પટકાતા માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મુંદ્રાની હોસ્પિટલમાં સારવારમાં ખસેડાઈ હતી.બાદમાં વધુ સારવાર અર્થે ગઈકાલે તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.પરંતુ સારવાર કારગત ન નિવડતા બાળકીનું મોત નિપજયું હતું.બનાવ અંગે જાણ થતાં સ્થાની પોલીસ દોડી ગઈ હતી.અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એન.અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડયો હતો.બનાવથી પરીવારમાં કલ્પાંત સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.