રાયપુર,તા.4
છતીસગઢમાં ભાજપે રેવડી કલ્ચરનો પટારો ખોલતા જ કોંગ્રેસની સ્ટાઈલથી વચનોની ઝડી વરસાવી છે. ગઈકાલે ભાજપના નંબર ટુ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે છતીસગઢ માટે સંકલ્પપત્ર જાહેર કર્યો હતો.
જણાવ્યું હતું કે, રાજયમાં દરેક વિવાહીત મહિલાને દર વર્ષે રૂા.12 હજાર આપવામાં આવશે તેમજ 18 લાખ આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવશે. રાજયમાં રૂા.500માં ગેસ કનેકશન અપાશે તેમજ રાજયમાં રામમંદિરના દર્શન માટે ગરીબ લોકોને રાજય સરકાર દ્વારા ખાસ પ્રવાસ ભથ્થા અપાશે.
શ્રી અમીત શાહે જાહેર કર્યુ કે, છતીસગઢમાં પાંચ શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવશે અને રાજયમાં મહિલાઓ માટે ખાસ પોલીસસ્ટેશન પણ ઉભા કરાશે. શ્રી અમીત શાહે જણાવ્યું કે, રાજયમાં મોદી ગેરંટી હેઠળ પ્રતિ એકર 21 કવીન્ટલ ધાનની ખરીદી કરાશે. કુલ 31 વચનો અમીત શાહે આપ્યા હતા.