નવી દિલ્હી,તા.6
વિશ્વમાં મહિલાઓને માસિક ધર્મ સમયે જે પીડા થાય છે તેમાં રાહત આપવા એક બાદ એક દેશો આ સમયગાળામાં મહિલાઓને ખાસ રજા આપવાનો જે સિલસિલો ચાલુ થયો છે તેમાં ઉતર પુર્વની વધુ એક યુનિ.એ જોડાવાનું પસંદ કર્યુ છે.
ગુવાહાટીની નેશનલ લો યુનિ. એન્ડ જયુડીશ્યલ એકેડેમી આસામ એ ઉતર પુર્વની બીજી યુનિ. બની છે જે મહિલા વિદ્યાર્થીઓ અને શિક્ષિકાને માસિક ધર્મની રજા આપશે. અગાઉ તેજપુર યુનિ.એ આ પ્રકારની રજા મંજુર કરી હતી.
જો કે આ માટે કોઈ કાનુન નથી પણ યુનિ. ઓથોરીટીએ એક પત્રમાં જણાવ્યું કે, જે વિદ્યાર્થીનીની હાજરી 65 ટકા કે તેથી વધુ હશે તેને જ રજા અપાશે. છતાં પણ કોઈ ચોકકસ હિતના માનવીય અભિગમ દર્શાવાશે. પ્રારંભમાં આ રજા ત્રણ દિવસની હશે અને તે આધારે વિદ્યાર્થીનીને અભ્યાસ ન બગડે તે પણ નિશ્ચિત કરાશે.