નવીદિલ્હી,તા.7
ભારતીય સેનામાં બધા રેન્કની મહિલાઓને માતૃત્વ, બાળ સાર સંભાળ અને બાળક દતક લેવા માટેની રજા તેના અધિકારી સમકક્ષોની સમાન મળશે. રક્ષામંત્રી રાજનાથસિંહે રજાના નિયમોના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
નિયમ જાહેર થઈ ગયા બાદ જ સેનામાં દરેક રેન્ક નૌસેના, વાયુ દળ, ભૂમીદળ, કાર્યરત દરેક મહિલાઓને આ પ્રકારની મેટરનિટી લીવ આપવામાં આવશે. આ નિયમ બધા પર લાગુ પડશે પછી તે મહિલા અધિકારી હોય કે સામાન્ય રેન્કની કર્મચારી.
રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, રજાના નિયમોના વિસ્તારથી સશસ્ત્ર દળોમાં સંબંધીત મહિલા વિશિષ્ટ પારિવારીક અને સામાજીક મુદાઓના નિકાલમાં સરળતા રહેશે.