સાંઈ મહેશ્વર ચિકિત્સા સેવા મંડળના સહયોગથી શ્વાસરોગથી પીડિત દર્દીઓ માટે શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર કરા વર્ષમાં 3 વખત એટલે કે ગુરૂપૂર્ણિમા, હોળી પૂનમ અને શરદપૂનમના રોજ વિનામૂલ્યે શ્વાસરોગનો કેમ્પ વિના મૂલ્યે યોજવામાં આવે છે.
શરદપૂનમની રાત્રે શ્વાસરોગના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પરેશભાઇ પારેખ, પ્રદિપભાઇ અંજારીયા, કેતનભાઇ દિયાણી, જીતસિંઘ પાનેસરા, પારસભાઈ શાહ, સંજયભાઈ વડેરા, ભદ્રેશભાઇ વારીયા ઉપસ્થિત રહ્યાં હતા. આ કેમ્પનો લાભ 160 દર્દીઓએ લીધો હતો.
કેમ્પમાં ડો. ઉમંગ પંડ્યા અને તેની ટીમ દ્વારા દર્દીઓને પોચ માહિતી પૂરી પાડી હતી. અને શ્વાસના રોગથી બચવા માટેના ઉપાયો જણાવ્યા હતા. કેમ્પમાં દર્દીઓને દૂધની ખીરમાં આર્યુવેદિક દવા આપવામાં આવે છે.
પૂનમની રાત્રીએ ચંદ્ર પૂર્ણ હોય ત્યારે તેના કિરણો દવા ઉપર પડતા શ્વાસના રોગીઓને વધુ લાભદાયક રહે છે. દવા લીધા બાદ દર્દીઓએ ચંદ્રની નીચે રાત્રી જાગરણ કરવાનું હોય છે જેનો વધુ ફાયદો મળે છે. ઉપરાંત ડોકટરો દ્વારા જે પરેજી પાડવાની સલાહ આપેલ હોય તે મુજબ દર્દીઓ ધ્યાન આપે તે જરૂરી તે હોય છે.
કેમ્પમાં જામનગર શહેર (જીલ્લા), રાજકોટ, મોરબી, વાકાનેર તથા જુનાગઢના દર્દીઓ સામેલ થયા હતા.
કેમ્પને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહના માર્ગદર્શન હેઠળ સેવાભાવી કાર્યકરો મહેન્દ્રભાઈ પટેલ, શીવુભા, કિશોરભાઈ પટેલ, ઝિંઝુવાડીયાભાઇ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેમ સાંઇબાબા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છ