રાજકોટ,તા.8
શ્રી ભકિતનગર સ્થાનકવાસી જૈનસંઘ ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી સરલ સ્વભાવી પૂ.ગુણીબાઈ મ.સ.ઉત્સાહી પૂ.લીનાજી મ.સ.ની નિશ્રામાં ચિરાગ હિતેનભાઈ અજમેરા પ્રેરિત ગણધર જાપ તેમજ મહિલા જ્ઞાન શિબિરના સમાપન પ્રસંગે પ્રતિમાબેન હસમુખલાલ મહેતા (બોરીવલી) તથા અન્ય દાતાઓવતી પુરસ્કાર વિતરણ સંઘપ્રમુખ હિતેન અજમેરા, સેવાભાવી પ્રતિમાબેન, આશાબેન, વગેરેના હસ્તે કરાયેલ મિત્ર મંડળ તરફથી આયંબિલ ઓળીની આરાધના અને ભારતીબહેન કામદાર તરફથી પારણાનો લાભ લેવામાં આવેલ.