સુરત,તા.8 : રાજયમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનાં કેસોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં હાર્ટએટેકથી પાંચ લોકોના મોત નોંધાવ્યા છે જેમાં વડોદરા -2, સુરત બે અને રાજકોટમાં બેના એટેકથી મોત થયું છે.સુરતમાં આજે વધુ બે હાર્ટ એટેકેના બનાવમાં બે વ્યકિતના મોત થયા છે
જેમાં સુરતની પુણ્ય ગામની મહિલાનું ઘરકામ કરતી વખતે અને રાદેરમાં રત્નકલાકાર બાબુ પરમારનામના યુવાનનું ઢળી પડતા હાર્ટ એટેકથી મોત નોંધાયા છે.સંસ્કારી નગરી વડોદરામાં 17 દિવસમાં 14 હાર્ટએટેકથી મોત થયા છે જેના વધું તરસાલીમાં 51 વર્ષીય ભરત પરમારનું હાર્ટએટેકથી મોત થયું તો વાસણા રોડ પર રહેતા સમીર કૌલનું પણ હાર્ટએટેકના કારણે મોત થયું છે.રાજકોટમાં પણ દિવસેને દિવસે હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. આંકડાઓ મુજબ રાજકોટમાં સંભવિત રીતે સપ્તાહમાં 2-3 વ્યક્તિના હાર્ટએટેકના કારણે મોત થાય છે.
આ તરફ ફરી એકવાર રાજકોટમાં એક પ્રોફેસરનું હાર્ટએટેકથી મોત થયું છે. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય પ્રોફેસર મિતેષ ભાઈ ચૌહાણનું હૃદય એકાએક બંધ પડી જતાં તેમનું મોત થયું છે. વિગતો મુજબ તેઓ કચ્છની નવોદય વિદ્યાલય ખાતે ફરજ બજાવતા હતા.