(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. 9
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે મહિલાઓ માટે જે દુરાચારી, અસંસ્કારી અને બીભત્સ ટિપ્પણીઓ કરી તેના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચો મેદાને પડ્યો હતો. શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શન મુજબ શહેર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ કોમલબેન માંગુકીયા તેમજ મહિલા મોરચાના હોદ્દેદારોએ કાળાનાળા ચોક ખાતે નીતીશકુમારના પૂતળા બાળીને વિરોધ નોંધાવ્યો હતો.
ઉક્ત પૂતળા દહન કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મહામંત્રીશ્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, નરેશભાઈ મકવાણા તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ કોમલબેન માંગુકિયા અને મહિલા મોરચાના હોદ્દેદારો સહિત શહેર ભાજપ સંગઠન, વરિષ્ટ આગેવાનો, ચુંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.