સુરતના સામુહિક આપઘાતનાં ગુનામાં ભાગીદાર ઈન્દ્રપાલ શર્માની ધરપકડ

09 November 2023 05:15 PM
Surat
  • સુરતના સામુહિક આપઘાતનાં ગુનામાં ભાગીદાર ઈન્દ્રપાલ શર્માની ધરપકડ

મૃતકની સ્યુસાઈડ નોટ આધારે આરોપીની અટકાયત

સુરત,તા.9 : સુરતના ચકચારી સામુહિક આપઘાત નાં ગુનામાં જેમાં મનીષ સોલંકીને આપઘાત કરવા માટે મજબૂર કરાયો હોવાનુ સામે આવ્યું છે આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરાઈ છે. સુરત સામુહિક આપઘાત કેસ મામલે પોલીસે મનીષના ભાગીદાર ઈન્દ્રપાલ શર્માની ધરપકડ કરી છે.

જો કે આરોપી ઈન્દ્રપાલ શર્માની તબીયત લથડતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મેડિકલ પરીક્ષણ કરવામા આવ્યું હતું. આરોપીને છાતીમાં દુખાવાની ફરીયાદ ઉઠતા તેનું સિવિલમાં મેડિકલ ચેકઅપ કરવામા આવ્યું હતું. જેમાં રિપોર્ટ નોર્મલ આવતા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલ આરોપી ઇન્દ્રપાલ પુર્ણરામ શર્મા પોલીસ સ્ટેશનમાં છે.આ કેસમાં અડાજણ પોલીસ અને જઈંઝની ટીમને આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ કેસમાં પોલીસ તપાસમાં પોલીસને વધુ એક નવી ચિઠ્ઠી મળી હતી.

જેમાં ભાગીદારે ધંધાના રૂપિયા માટે મૃતકને પ્રેશર કરતો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે આરોપી ઈન્દ્રપાલ શર્મા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી રૂપિયાનું દબાણ કરનાર ઇન્દરપાલ શર્માની ધરપકડ કરી છે. મૃતકની બીજી ચિઠ્ઠીમાં આરોપીનો ઉલ્લેખ કર્યો હતો જેથી પોલીસે આ ચિઠ્ઠીને આધારે આરોપીની ધરપકડ કરી છે.


Advertisement
Advertisement
Advertisement