હવે ચિકનગુનીયાથી મળશે મુક્તિ : વેકિસનના એક ડોઝથી વાયરસ થશે ખતમ

10 November 2023 02:16 PM
Health India Top News
  • હવે ચિકનગુનીયાથી મળશે મુક્તિ : વેકિસનના એક ડોઝથી વાયરસ થશે ખતમ

♦ અમેરિકાના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વેકિસન

♦ અમેરિકી આરોગ્ય અધિકારીઓએ રસીને આપી મંજુરી

નવી દિલ્હી,તા.10
ચિકનગુનીયાની બીમારીથી પીડાતા દર્દીઓ માટે શુભ સમાચાર છે. ચિકનગુનીયાની બીમારીથી મુક્તિ માટે અમેરિકાના વૈજ્ઞાનિકોએ ઈકિસ્ચક નામની વેકસીન શોધી છે. એફડીએએ કહ્યું કે, યુરોપની ફ્રેન્ચ બાયોટેક કંપની વાલ્નેવા દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન ઈક્સ્ચિકના નામથી બજારમાં ઉપલબ્ધ થશે.

આ વેક્સિન સિંગલ ડોઝમાં છે, એટલે કે વેક્સિનનો એક માત્ર ડોઝ વાયરસ સામે લડવામાં અસરકારક છે. તેને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં ચિકનગુનિયાનો પ્રથમ કેસ 60 વર્ષ પહેલા 1963માં સામે આવ્યો હતો.

તો વિશ્વમાં પહેલીવાર આ બીમારીની ઓળખ 1952માં તાન્ઝાનિયામાં થઈ હતી. તેને બ્રેક બ્રેકિંગ ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે. 2004 પછી તેના કેસ 60 દેશોમાં નોંધાયા હતા. ચિકનગુનિયા એ જ એડીસ મચ્છરથી થાય છે, જેનાથી ડેન્ગ્યુ થાય છે. આ વાયરસથી સંક્રમિત થવા પર તાવ અને સાંધામાં તીવ્ર દુખાવો થાય છે.

ગ્લોબલ લેવલ પર છેલ્લા 15 વર્ષોમાં 5 મિલિયનથી વધુ કેસ ચિકનગુનિયાના સામે આવ્યા છે. અમેરિકી દવા નિયામક દ્વારા ઈંડ્ઢભવશનિે લીલી ઝંડી મળવાથી તે દેશોમાં વેક્સિનના રોલઆઉટમાં તેજી આવવાની અપેક્ષા છે જ્યાં વાયરસ સૌથી વધુ ફેલાય છે.

એફડીએના વરિષ્ઠ અધિકારી પીટર માર્ક્સે જણાવ્યું કે, ખાસ કરીન વૃદ્ધો અને પુખ્ત વયના લોકોમાં ચિકનગુનિયા વાયરસથી સંક્રમણથી ગંભીર બીમારી અને લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement