સુરતનાં બે વેપારીઓની દિવાળી બગડી: ટેકસટાઈલ માર્કેટમાં આગ ભભૂકી

11 November 2023 12:39 PM
Surat Gujarat
  • સુરતનાં બે વેપારીઓની દિવાળી બગડી: ટેકસટાઈલ માર્કેટમાં આગ ભભૂકી

બે દુકાનોમાં લાગેલી આગ પર કલાકોની જહેમત બાદ ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો

સુરત,તા.11
સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં બે વેપારીઓની દિવાળી બગડી છે. મિલેનિયમ માર્કેટ-2માં લાગેલી આગને ફાયર બ્રિગેડે કલાકોની મહેનત બાદ કાબુ મેળવ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં આવેલી બે દુકાનોમાં આગ લગતા તેના પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડને મદદે બોલાવાવની ફરજ પડી હતી.

ટેક્ટાઈલ માર્કેટમાં દુકાનમાં મંદિરમાં રહેલા દીવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. ફાયર બ્રિગેડે કલાકોની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગની 11 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

લાશ્કરોએ કલંકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બિલ્ડિંગ પરના એલિવેશનના કારણે આગને કાબુમાં લેવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. આ અગાઉ પણ એલિવેશનને લઈ પાલિકાએ નોટિસ ફટકારી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement