(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. 11
સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજી ની હવેલીમાં દિવાળી તથા નૂતન વર્ષની ભવ્ય ઉજવણી થશે. શ્રીનાથજી હવેલી જસદણના પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ તારીખ 12-11-2023 ને રવિવારે હવેલીમાં રાત્રે 8 કલાકે હાટડીના ભવ્ય દર્શન યોજાશે. તા. 13-11-23 ને સોમવારે સવારે 8 કલાકે ગોવર્ધન પૂજાના દર્શન યોજાશે તથા સોમવારે બપોરે 12 થી 1 સુધી અન્નકૂટના દર્શન યોજાશે.
અન્નકૂટના દર્શન દરમિયાન મુખ્યજી ઘનશ્યામભાઈ જોશી ઠાકોરજીને આરતી ઉતારશે. દિવાળી નુંતન વર્ષ નિમિત્તે હવેલી બિલ્ડીંગને અધ્યતન લાઈટ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યું છે. શ્રીનાથજી હવેલી જસદણના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઉપપ્રમુખ કમલેશભાઈ ચોલેરા, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, ટ્રસ્ટી ભરતભાઈ જનાણી, ટ્રસ્ટી ભરતભાઈ ધારૈયા, ટ્રસ્ટી બટુકભાઈ તન્ના, ટ્રસ્ટી હસુભાઈ ગાંધી, ટ્રસ્ટી અશોકભાઈ મહેતા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ, સહમંત્રી સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરિયા સહિતના હોદ્દેદારોએ દિવાળીના દિવસે રવિવારે હાટડીના દર્શન તેમજ સોમવારે અન્નકૂટના દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે.