સહારા ગ્રુપના વડા સુબ્રતો રોયનું નિધન : અંતિમ સંસ્કારમાં પુત્રો હાજર ન રહી શકયા

17 November 2023 11:00 AM
Business India
  • સહારા ગ્રુપના વડા સુબ્રતો રોયનું નિધન : અંતિમ સંસ્કારમાં પુત્રો હાજર ન રહી શકયા

પૌત્રના હાથે અંતિમ સંસ્કાર : મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરી

લખનઉ, તા 17 : વર્તમાન સહારા શ્રી સુબ્રત રોયને લખનઉના ભૈંસકુંડ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પૌત્ર હિમાંકે તેમના અંતિમ સંસ્કાર કર્યા. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સામાન્ય લોકો અને વીઆઇપી લોકોએ ભાગ લીધો હતો. જ્યારે અંતિમયાત્રા સહારા શહેરથી નીકળી ત્યારે મોટી સંખ્યામાં રાજનેતાઓ, ફિલ્મી હસ્તીઓ અને સામાન્ય લોકો હાજર હતા. તેમના નશ્ર્વર અવશેષોને ભેંસકુંડ લાવવામાં આવ્યા હતા જ્યાં તેમના પૌત્ર હિમાંકે અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમ યાત્રામાં સપા પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા રાજ બબ્બર, કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારી સહિત ફિલ્મ જગતની હસ્તીઓ પણ હાજર રહી હતી. આ પહેલા સહારા શહેરમાં અંતિમ દર્શન માટે વીઆઈપી અને સહારાના કર્મચારીઓનો મેળાવડો હતો.

મૃતદેહ પરિવારના કાફલા સાથે ગોમતીનગર સ્થિત સહારા શહેરમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો. અહીં ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે લોકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા રોયના પાર્થિવ દેહને જોઈને મોટી સંખ્યામાં સહારા શહેરમાં પહોંચેલા સહારા પરિવારના કર્મચારીઓ અને અધિકારીઓની આંખો ભીની થઈ ગઈ હતી. રોયના મૃત્યુ પછી, સમાજના તમામ વર્ગના લોકોએ તેમને સોશિયલ મીડિયા પર યાદ કર્યા. શ્રદ્ધાંજલિ આપતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટર પર લખ્યું કે સહારા ગ્રુપના ચીફ સુબ્રત રોયનું નિધન અત્યંત દુ:ખદ છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારજનોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.

પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટવીટર પર લખ્યું કે સહરશ્રીનું નિધન ઉત્તર પ્રદેશ અને દેશ માટે એક ભાવનાત્મક ખોટ છે કારણ કે એક ખૂબ જ સફળ ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે તેઓ અસંખ્ય લોકોને મદદ અને ટેકો આપનારા વિશાળ હૃદયના ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ પણ હતા. અંતિમ શ્રદ્ધાંજલિ આપવા સહારા શહેરમાં પહોંચેલા ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે સુબ્રત રોયનું નિધન ઘણું દુ:ખદાયક છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન રાજ્યમાં એક વિશાળ બિઝનેસ સ્થાપ્યો. અમે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.બીજી તરફ, ક્રિકેટર સુરેશ રૈનાએ સુબ્રત રોયને શ્રદ્ધાંજલિ આપતા ડ પર લખ્યું કે પ્રેરક, વક્તા અને રમતપ્રેમી હવે નથી રહ્યા. ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્ર્વર દત્તે લખ્યું કે સહારા ગ્રુપના ચેરમેન અને જાણીતા બિઝનેસમેન સુબત રોયના નિધન પર તેમણે ઉમદા આત્માને શ્રદ્ધાંજલિ આપી.


Related News

Advertisement
Advertisement
Advertisement