જસદણમાં ઘર બંધ કરી પરિવાર બહેનના લગ્નની કંકોત્રી આપવા ગયો: પાછળથી તસ્કર ત્રાટકયા:1.40 લાખની મતા ચોરી ગયા

17 November 2023 11:09 AM
Jasdan Crime Rajkot
  • જસદણમાં ઘર બંધ કરી પરિવાર બહેનના લગ્નની કંકોત્રી આપવા ગયો: પાછળથી તસ્કર ત્રાટકયા:1.40 લાખની મતા ચોરી ગયા

સીસીટીવીમાં ઈકો કારમાં આવેલા ત્રણ શખ્સ જોવા મળ્યા,આરોપીઓની શોધખોળ

રાજકોટ,તા.17

જસદણમાં ચોરીની ઘટના બનેલી. જેમાં ઘર બંધ કરી પરિવાર બહેનના લગ્નની કંકોત્રી આપવા ગયો અને પાછળથી તસ્કર 1.40 લાખની મતા ચોરી ગયા હતા. આ અંગે ફરિયાદ દાખલ થતા જસદણ પોલીસ, રાજકોટ રૂરલ એલસીબી સહિતની ટીમે તપાસ હાથ ધરી છે.

ફરિયાદી એઝાદભાઇ સલીમભાઇ ધાનાણી (ઉ.વ.31, રહે.ગેબનશા સોસાયટી મદીના પાર્ક પાસે, જસદણ)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું જસદણમાં યુનુસભાઇ ઇસ્માઇલભાઇ સૈયદના મકાનમાં ભાડેથી પરીવાર સાથે રહું છું. મજુરીકામ કરું છું. મારી પત્ની સલમા ઘરેથી જ રેડીમેઇડ લેડીઝના કપડા વેચે છે. મારી બહેન મુસ્કાનના લગ્ન તા.18 અને 19/11 ના રોજ છે. મારા સસરા અમદાવાદ રહેતા હોય તેને બહેનના લગ્નની કંકોત્રી આપવા હું તથા મારી પત્ની તા.6/11ના રોજ બપોર પછી ઘરને તાળા મારી અમદાવાદ જવા નીકળ્યા હતા. તા.8/11 ના રોજ અમે અમદાવાદ હતા, ત્યારે સાંજે ચારેક વાગ્યે મારી પત્નીને ફોન પર રેડીમેઈડ કપડાં લેવા આવેલ કોઇ ગ્રાહકનો ફોન આવેલ કે, અમે તમારા ઘરે આવ્યા હતા. તમારા ઘરના દરવાજા તો બધા ખુલ્લા છે. જેથી મેં મારા મીત્ર રમીદ અનવરભાઇ પઠાણને ફોન કરી તપાસ કરવાનું કહેતા તેઓ એ વીડીયોકોલ કરને અમોને બતાવેલ તો અમારા ઘરનો સરસમાન વેરવીખેર હતો. દરવાજાના નકુચા તુટેલ હતા. ઘરમાં ચોરી થયેલ હોય તેવું જણાતા અમે રાત્રીના અગીયારેક વાગ્યે જસદણ આવ્યા હતા. મારી પત્નીને દાગીના જોવા ન મળતા અમે તપાસ કરતા અમારા ઘર પાસે વસીમભાઇના પ્લોટમાં સી.સી.ટી.વી. તપાસતા તેમાં જોવા મળેલ કે, તા.8ના વહેલી સવારના સવા ચાર વાગ્યે એક ઇકો ગાડી જેના નંબર જીજે 05 આરએ 2118 હતા. તે ઇકો મારા ઘર પાસે આવે છે. એક વ્યક્તિ તેમાંથી ઉતરી અમારા ઘરની દીવાલ ટપી અંદર જાય છે. બીજા બે લોકો નકુચો તોડી અંદર જાય છે.

રૂમમાં તીજોરીમાં રહેલ સોનાના દાગીના જેમાં સોનાના વીટ્ટી તથા બ્રેસલેટ તથા સોનાની બુટ્ટી તથા સોનાનું પેન્ડલ જેનો વજન બે તોલા અને કિંમત રૂ. 90,800 તથા રોકડા રૂ.50,000 મળી કુલ 1,40,800ની મતા આ શખ્સો ચોરી ગયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement