♦ વિશ્વમાં આફ્રિકી દેશ કેમરૂનના કર્મચારીઓ સૌથી ઓછા બર્નઆઉટ સિન્ડ્રોમનાં શિકાર: ભારતમાં 67 ટકા લોકો યાદદાસ્ત સબંધી સમસ્યાથી પીડિત
નવી દિલ્હી,તા.17
મેક્નિજી હેલ્થ ઈન્સ્ટીટયુટના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 59 ટકા ભારતીય કર્મચારી બર્નઆઉટ સિન્ડ્રોમ મતલબ માનસીક, શારીરીક થાકનો સામનો કરી રહ્યા છે.આ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઘણો વધારે છે ઈન્સ્ટીટયુટના અધ્યયન અનુસાર આફ્રિકી દેશ કેમરૂનનાં કર્મચારીઓમાં બર્નઆઉટ સિન્ડ્રોમ સૌથી ઓછો 9 ટકા જોવા મળ્યો.
સર્વેક્ષણમાં લગભગ 30 દેશોનાં 30 હજારથી વધુ કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. દુનિયામાં 22 ટકા કર્મચારી બર્નઆઉટથી પીડીત છે.સાઉદી અરબમાં 36 ટકા કર્મચારીઓમાં બર્નઆઉટના લક્ષણો મળ્યા હતા જે કર્મચારીઓ પાસે સકારાત્મક કામનો અનુભવ હતો. તેમનું પુરૂ સ્વાસ્થ્ય બહેતર હતું.
થાકથી પીડીત લોકોમાં ભારતમાં 59 ટકા સાઉદી અરબમાં 36 ટકા, મીસર (ઈજીપ્ત), ચીલીમાં 33 ટકા, સિંગાપોરમાં 29 ટકા અને યુએઈમાં 26 ટકાનો સમાવેશ થાય છે.
ભારતમાં 67 ટકા યાદદાસ્ત સંબંધી સમસ્યાઓથી પીડીત
ભારતમાં યાદદાસ્તની સમસ્યા અને ખરાબ સ્વાસ્થ્યની ટકાવારી સૌથી વધુ 67 ટકા જોવા મળી છે. બીજા ક્રમે સિંગાપોરમાં 39 ટકા લોકો આ સમસ્યાથી પીડીત નજરે પડયા.
શું છે બર્ન આઉટ
બર્નઆઉટ સિન્ડ્રોમ ક્રોનિક વર્કપ્લેસ સ્ટ્રેસનાં કારણે થઈ શકે છે. કામનું દબાણ સહન કરવુ સાથીઓ સાથે અણબનાવ પડકારો વચ્ચે ખુદને નબળા માનવા આ સિન્ડ્રોમના કારણે થાય છે.