(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.17 : સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજીની હવેલીમાં નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટના ભવ્ય દર્શન યોજાયા હતા. શ્રીનાથજી હવેલી ખાતે મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશી દ્વારા ઠાકોરજીને અન્નકૂટ ધરાવવા માટે અનેક વિધિ સામગ્રીઓ બનાવવામાં આવી હતી. અન્નકૂટના દર્શનમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત દિવાળીના દિવસે સાંજે હટડીના દર્શન યોજાયા હતા. જ્યારે નૂતન વર્ષના દિવસે સવારે ગોવર્ધન પૂજાના દર્શન યોજાયા હતા. ભાઈબીજના દિવસે સાંજે યમુના પાન યોજાયા હતા. દિવાળી, નુતન વર્ષ તેમજ ભાઈબીજના દિવસે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો.