ઓટો કંપનીઓને તહેવારો ફળ્યા: વેચાણ 41 ટકા વધ્યુ

17 November 2023 02:22 PM
Business India
  • ઓટો કંપનીઓને તહેવારો ફળ્યા: વેચાણ 41 ટકા વધ્યુ

કારથી લઈ સ્કુટર તમામની જબરી ડિમાંડ રહી: 1.138 મીલીયન પેસેન્જર વ્હીકલ વેચાયા

મુંબઈ,તા.17
દેશભરમાં નવરાત્રીથી શરુ થયેલ તહેવારોની મોસમ તથા દિપાવલી સુધીમાં ઓટોમોબાઈલ કંપનીઓને જબરો ધંધો થઈ ગયો છે. ઈકોનોમીકસ ટાઈમ્સ રિપોર્ટ મુજબ છેલ્લા ત્રણ માસમાં પેસેન્જર વાહનોનું વેચાણ ગત વર્ષની સરખામણીમાં 41 ટકા જેવું વધુ છે.

તા.17 ઓગષ્ટથી 14 નવેમ્બર વચ્ચે સ્થાનિક બજારમાં કાર, શેડાન, યુટીલીટી વ્હીકલ સહિત 1.138 મીલીયન પેસેન્જર વાહનોનું વેચાણ થયુ. દિવાળી એ ભારતમાં મુખ્ય તહેવાર છે. આ અગાઉ 2020માં કોરોના કાળ પુર્વેની દિવાળી સૌથી શાનદાર રહી હતી.

ત્યારબાદ સૌથી શ્રેષ્ઠ વેચાણ આ દિવાળીમાં નોંધાયું છે જયારે ટુવ્હીલરની પણ સારી માંગ રહી છે. મોટરસાયકલ અને સ્કુટરના સતાવાર ડેટા હજુ આવવાના બાકી છે પરંતુ માનવામાં આવે છે કે ઓકટોબર માસમાં દ્વિચક્રી વાહનોનું વેચાણ 18.9 લાખ યુનીટ થયુ જે કોરોના કાળ પુર્વેના સ્તરે પહોંચી ગયું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement