સદી જુના ઐતિહાસિક કોલકતા સ્ટોક એક્સચેંજમાં 28મીએ ટ્રેડિંગ પર પૂર્ણવિરામ મુકાશે

18 November 2023 12:02 PM
Business India
  • સદી જુના ઐતિહાસિક કોલકતા સ્ટોક એક્સચેંજમાં 28મીએ ટ્રેડિંગ પર પૂર્ણવિરામ મુકાશે

હાઇકોર્ટે સ્ટે ઉઠાવીને ટ્રેડિંગ બંધ કરવાનો આદેશ કર્યો

દેશના સદી જાુના ઐતિહાસિક કોલકતા સ્ટોક એક્સચેંજમાં આગામી 28મી નવેમ્બરથી કામકાજ થંભી જશે. કોલકતા હાઇકોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે ઉઠાવી લઇને નેશનલ સ્ટોક એક્સચેંજના તમામ સભ્યોને 28 નવેમ્બર સુધીમાં ઓપન પોઝીશન નીલ કરી દેવાની સૂચના આપી છે.

માર્કેટ રેગ્યુલેટર સેબીએ એપ્રિલ-2013માં કોલકતા સ્ટોક એકસચેંજને સસ્પેન્ડ કરી દીધું હતું છતાં સભ્યોને અન્ય શેરબજારો મારફત વેપાર કરવાની છૂટ આપી હતી. સેબીની મંજાુરીથી એનએસઇ સાથે પાંચ વર્ષનો કરાર કરવામાં આવ્યો હતો. જે પછી બીજા પાંચ વર્ષ લંબાવવામાં આવ્યો હતો. સેબીને કાંઇક ખોટું થતું હોવાની શંકા જતાં એનએસઇ પાસે જવાબ માંગ્યો હતો.

એનએસઇએ ગત જાુલાઇમાં કરાર રદ કરવાની નોટીસ ફટકારી હતી. તેને કોલકતા સ્ટોક એક્સચેંજે હાઇકોર્ટમાં પડકારીને સ્ટે મેળવ્યો હતો. હાઇકોર્ટે વચગાળાનો આ સ્ટે ઉઠાવીને 28મી નવેમ્બરે ટ્રેડીંગ બંધ કરવાનો આદેશ કર્યો છે અને ઓપન પોઝીશન સરખી કરી લેવા હૂકમ કર્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement