ChatGPT ના સહસર્જક ઓલ્ટમેનની હકાલપટ્ટી કરતું ઓપન-આઈએ

18 November 2023 12:07 PM
Technology World
  • ChatGPT ના સહસર્જક ઓલ્ટમેનની હકાલપટ્ટી કરતું ઓપન-આઈએ

ટેકનોલોજી-આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની દુનિયામાં જબરો ધડાકો : અમોને તમારી નેતૃત્વની કાબેલીયતમાં ભરોસો નથી: માઈક્રોસોફટ સમર્થીત કંપનીએ ટોચના સીઈઓને દરવાજો દેખાડયો: ચીફ ટેકનોલોજી ઓફિસર મીરા મુરાની વચગાળાની સીઈઓ નિયુક્ત

કેલિફોર્નિયા: ટેક દુનિયામાં એક જબરા ન્યુઝમાં દુનિયાભરમાં જબરી હાલચાલ મચાવનાર આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના માધ્યમથી ચેટ-જીપીટીનું સર્જન કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓપન-આઈએ એ તેના સહસ્થાપક અને સીઈઓ સૈમ ઓલ્ટમેનની હકાલપટ્ટી કરી છે. કંપનીએ ઓલ્ટમેનની નેતૃત્વની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને તેમાં કંપનીને હવે આગળ લઈ જઈ શકશે કે કેમ તેના પર પણ વિશ્ર્વાસ નહી હોવાનું ખુલ્લેઆમ જાહેર કરી દિગ્ગજ ટેકનોક્રાફટને ગડગડીયું પકડાવી દીધું છે

તો તેમના સાથે ચેટ-જીપીટી સહિત માઈક્રોસોફટના આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સમાં પરદા પાછળ રહીને કામગીરી બજાવનાર 36 વર્ષની મીરા મુરાનીને વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. મિરા મુરાની અલ્વેનીયન મુળના છે અને તેમાં અમેરિકામાં જન્મ લીધા બાદ ઉચ્ચ શિક્ષણ કેનેડામાં લીધા બાદ પોતાની નાની ઉમરમાં મોટી કેરીયર બનાવી છે. સૈમ ઓલ્ટમેનએ માઈક્રોસોફટને ઓપન-આઈએ કંપની સ્થાપવામાં મદદ કરી હતી અને ચેટ-જીપીટીના એક સર્જક તથા આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સમાં તેઓ એક ઓથોરીટી પણ ગણાય છે. કંપનીએ સ્પષ્ટ રીતે જાહેર કર્યુ કે ઓલ્ટમેનની કાબેલીયત પર હવે ભરોસો રહ્યો નથી

અને હાલમાં જ યોજાયેલી રીવ્યુ મીટીંગ બાદ તેમને રવાના કરવાનો નિર્ણય લેવાયો હતો. ઓલ્ટમેન ઉપરાંત ઓપન આઈએના વધુ પાંચ સહસ્થાપક રહ્યા છે. ઓપન આઈએના આ નિર્ણયને માઈક્રોસોફટે પણ સમર્થન કર્યુ છે. ગત વર્ષે માઈક્રોસોફટે ચેટ જીપીટી લોન્સ કર્યુ તે સમયે ઓલ્ટમેન ના નામની જબરી ચર્ચા હતી અને ચેટ-જીપીટી હવે સુપર ડુપર સફળ રહ્યા છે તથા ગુગલને પણ તેના આ પ્રકારના ટુલ સામે સરસાઈ મેળવી છે. હવે કંપનીની ચીફ ટેકનોલોજી ઓફિસર મીરા મુરાની હાલ વચગાળાના સીઈઓ તરીકે કામ કરશે.

મારા અને વિશ્વ માટે પરિવર્તનનો સમય: ઓલ્ટમેનનો ઠંડો પ્રતિસાદ
સેનફ્રાન્સીસ્કો: ઓપન આઈએના સહસ્થાપક સૈમ ઓલ્ટમેને તેમની કંપનીના સીઈઓ પદેથી હકાલપટ્ટી પર સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર ટુકી પોષ્ટ લખીને ખૂબજ સરળતાથી આ નિર્ણય સ્વીકારી લીધો હતો. ઓલ્ટમેને લખ્યું કે કંપની સાથે મે જે સમય વિતાવ્યો તે ખૂબજ શાનદાર રહ્યો છે અને આ સમય એક હદ સુધી મારા માટે અને એકંદરે દુનિયા માટે પરિવર્તન કારી રહ્યો છે.


અલ્બેનીયન મુળના મિરા નુરાની ટેસ્લામાં પણ કામ કરી ચૂકયા છે
36 વર્ષ ઓપન આઈએ જેવી કંપનીનું સંચાલન એ સૌથી મોટુ ગૌરવ
સેનફ્રાન્સીસ્કો: આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સમાં દુનિયામાં સૌથી મોખરાની ઓપન-આઈએ કંપનીના વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત મીરા મુરાની ફકત 36 વર્ષના છે તેમાં અલ્બેનિયા મુળના ટર્કીશ મુસ્લીમ છે તથા તેમનો જન્મ અમેરિકામાં થયા બાદ કેનેડામાં ઉચ્ચ શિક્ષણ લીધુ છે. તેણે મીકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓએ સ્નાતકના અભ્યાસ કરતા સમયે એક હાઈબ્રીડ રેસ-કાર પણ બનાવી છે. તેઓએ ગોલ્ડમેન સૈકમાં પણ ઈન્ટર્ની કર્યુ છે તથા 2018માં ઓપન આઈએમાં જોડાયા હતા. તેઓ ઈ-વ્હીકલ બનાવતી કંપની ટેસ્લામાં પણ કામ કરી ચૂકયા છે તથા સીનીયર પ્રોડકશન મેનેજર પણ હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement