માધવપુર,તા.18
માધવપુરઘેડ ગામે નાતજાતકે ધર્મના ભેદભાવવીના સાધુ સમાજનો જીતુબાપુ ગોસ્વામી મનુષ્યમાં ભગવાન છે એનો અનુભવ થતાં જ ભૂખ્યાને ભોજન આપીને જમાડીને જ પછી જ જમવાની પ્રતિજ્ઞાનું પલન કરે છે. સાંજ સમાચારના ખબરપત્રી કેશુભાઈ માવદીયાની મુલાકાત દરમ્યાન જણાવેલ કે ભાઈબીજના દીવસે દરીયા કાંઠે આવતા પ્રવાસીલોકોને બપોરના ભોજનમાં બુંદી-ગાંઠીયા, દાળ-ભાત, શાક-રોટલી, સાથેનો પ્રસાદ આપવામાં આવે છે તેમ આવતી બીજના દિવસે પ્રસાદ આપવામાં આવશે.તેેમજ કારતક સુદ બીજના દિવસે સમાનતાથી જમાડવામાં આવે તો પ્રસાદ લેવા પધાર્વા જણાવ્યું છે.