જયપુર: આજે રાજસ્થાનમાં ભરતપુરમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયમાં પેટ્રોલ-ડિઝલના ભાવ દેશમાં સૌથી ઉંચા છે. તેવો ઉલ્લેખ કરતા જાહેર કર્યુ કે ચુંટણી બાદ ભાજપ સરકાર આવતા જ પેટ્રોલ-ડિઝલના ભાવોની સમીક્ષા કરાશે.
મોદીએ કહ્યું કે, રાજયમાં કોંગ્રેસ સરકાર લોકો પાસેથી પેટ્રોલ-ડિઝલમાં પ્રતિ લીટર રૂા.12 જેટલો વધુ ભાવ લે છે. ગુજરાતમાં પેટ્રોલ 97 રૂા. પ્રતિ લીટર મળે છે જયારે રાજસ્થાનમાં તે રૂા.110 પ્રતિલીટર છે.
અમારી સરકાર આવતા જ પેટ્રોલ-ડિઝલના ભાવની સમીક્ષા કરવામાં આવશે. આમ ચુંટણી પ્રચારના અંતિમ તબકકામાં આ રીતે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડાનો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. મોદીએ ગેહલોતની જાદુગરીથી લોકોના ખીસ્સા કપાય છે તેવું પણ જણાવ્યું હતું.