રાજકોટ,તા.18
છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સવાર અને સાંજના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ઠેર ઠેર ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ખાસ કરીને કચ્છના નલીયામાં ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે.
ગઈકાલે પણ નલીયા ખાતે 14 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું જયારે આજરોજ સવારે ફરી તાપમાનનો પારો ગગડયો હતો અને આજરોજ નલીયા ખાતે સવારે 13.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાતા નલીયા આજે ફરી એકવાર રાજયનું સૌથી ઠંડુ શહેર બન્યુ હતું.
આ ઉપરાંત આજરોજ રાજકોટ ખાતે 19 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 18.5 ડીગ્રી, અમદાવાદમાં 18.9 ડીગ્રી, વડોદરામાં 17.2 ડીગ્રી, ભાવનગરમાં 19.2 ડીગ્રી તેમજ ડીસા ખાતે 17.2 ડીગ્રી, ગાંધીનગરમાં 18 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે હજુ આવતા ત્રણ દિવસ સુધી સવાર અને સાંજના ભાગે ઠંડીનો ચમકારો અનુભવાઈ તેવી આગાહી કરી છે.