કોલકતા: ટીમ ઈન્ડીયાની પ્રેકટીસ જર્સી ભગવા રંગની જોઈને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ભડકી ઉઠયા છે અને તેઓએ ભારતના ક્રિકેટનું પણ ભગવાકરણ કરવાનો ભાજપ પર આરોપ મુકયો હતો. તેમણે કહ્યું કે ભાજપ બધાનું ભગવાકરણ કરવા જઈ રહ્યું છે. ટીમ ઈન્ડીયા મેન-ઈન-બ્લુ તરીકે જાણીતી હતી. આપણે ભારતીય ટીમ પર ગૌરવ અનુભવીએ છીએ અને તે ચેમ્પીયન બનશે તેવો વિશ્ર્વાસ છે. તેઓ અગાઉ બ્લુડ્રેસ પહેરતા હતા. હવે ભગવા ડ્રેસ પહેરે છે. મેટ્રો સેશન પણ ભગવા રંગ રંગાયા છે.