યોગી પણ ખુશ: શામીના વતનમાં સ્ટેડીયમ બનાવાશે

18 November 2023 04:50 PM
India Politics Sports
  • યોગી પણ ખુશ: શામીના વતનમાં સ્ટેડીયમ બનાવાશે

ટીમ ઈન્ડીયાના ‘હીરો’ બનેલા બોલરના માતા-પિતાના હસ્તે જ ભૂમિપૂજન

લખનૌ: ટીમ ઈન્ડીયાને વર્લ્ડકપમાં ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર બોલર મોહમ્મદ શામી હવે નેશનલ હીરો બની ગયા છે અને ઓસ્ટ્રેલિયન ટીમ પણ શામીથી ડરે છે અને તે ઓસી ટીમના કેપ્ટન કમીન્સે પણ કબુલ્યુ છે કે મોહમ્મદ શામી ફર્ક પાડી શકે છે. તે વચ્ચે હવે ઉતરપ્રદેશ સરકારે શામીના વતનમાં એક રમતગમત સ્ટેડીયમ બનાવવા જાહેરાત કરી છે. શામી રાજના અમારોહનો વતની છે તેમ અમોરાહમાં એક ક્રિકેટ સહિતની રમતો રમી શકાય તેવું સ્ટેડીયમ બનાવવા જીલ્લા કલેકટર રાજેશકુમાર ત્યાગીએ જાહેરાત કરી છે. રાજયમાં ગ્રામીણ ક્ષેત્રમાં 20 સ્ટેડીયમ બાંધવા યોગી સરકારની તૈયારી છે. હવે અમારોહના સ્ટેડીયમનું ખાતમુર્હુત શામીના માતા-પિતાના હસ્તે કરાવવાની યોજના છે.


Related News

Advertisement
Advertisement
Advertisement