દુનિયામાં સૌથી વધુ કોમન પાસવર્ડ ક્યો?: કોમન પાસવર્ડથી પર્સનલ ડિજિટલ ડેટા જોખમાય છે

18 November 2023 05:40 PM
India Technology
  • દુનિયામાં સૌથી વધુ કોમન પાસવર્ડ ક્યો?: કોમન પાસવર્ડથી પર્સનલ ડિજિટલ ડેટા જોખમાય છે

શું તમે પણ આ જાતના પાસવર્ડ વાપરો છો ? : છેલ્લાં પાંચેક વર્ષથી સાઇબર સિક્યોરિટી અને એનલિટિક એજન્સીઓ દ્વારા કેવા પાસવર્ડ બહુ કોમન છે, જે ન રાખવા જોઇએ એની યાદી શેર કરવામાં આવે છે, ન્યુમરિકલ પાસવર્ડ ક્રેક કરતાં એક જ સેકન્ડ લાગે છે અને પાસવર્ડ પણ સૌથી કોમન છે, જેનાથી તમારો પર્સનલ ડિજિટલ ડેટા જોખમમાં છે

નવી દિલ્હી, તા.18 : જો તમે નીચે આપેલા લિસ્ટના પાસવર્ડનો ઉપયોગ કરો છો તો તમારે ખુબ કાળજી લેવાની જરુર છે. મોટાભાગના લોકો તેમના એકાઉન્ટ માટે સરળ પાસવર્ડનો ઉપયોગ કરે છે જે યાદ રાખી શકાય, પરંતુ સમજી-વિચારીને ન રાખવામાં આવેલા પાસવર્ડ તેમને માટે ખતરો બની શકે છે. તમને જણાવી દઇએ કે દર વર્ષે સાઇબર સિક્યોરીટી કંપનીઓ અને એનલિટિક્સ એજન્સીઓ સૌથી સામાન્ય પાસવર્ડની યાદી જાહેર કરે છે.

સાયબર ન્યુઝ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા 2023ના સૌથી લોકપ્રિય અને સામાન્ય પાસવર્ડની યાદી શેર કરવામાં આવી છે. સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ નોર્ડ પાસે લેટેસ્ટ ટ્રેન્ડ વિશે ખુલાસો કર્યા બાદ એવું લાગે છે કે લોકોએ હવે ઓનલાઇન પાસવર્ડને વધુ સ્ટ્રોન્ગ બનાવવો જરીર છે. લાખો વ્યકિતઓ પાસવર્ડ માટેના ખુબ બેસિક કોડ પર આધાર રાખતા હોય છે, માટે તેમના એકાઉન્ટને એક્સેસ કરવું સાયબરજ્ઞાનીઓ માટે સરળ હોય છે. આશ્ર્ચર્ય તો એ છે કે 123456 વેટરી અથવા પાસવર્ડ જેવા પાસવર્ડ કોમન છે જે એક સેકન્ડમાં ફ્રેક કરી શકાય છે.

વર્ષોથી આવા કોમન પાસવર્ડની નબળાઇઓ વિશે એકસપર્ટ દ્વારા સતત ચેતવણી હોવા છતાં આવા પાસવર્ડ વિશ્વભરના લોકોમાં પહેલી પસંદ છે. હવે લોકોને ફરીથી વિનંતિ કરવામાં આવે છે કે તેઓ તેમના ઓનલાઇન અકાઉન્ટસને સુરક્ષિત પાસવર્ડનો ઉપયોગ કરે. સાયબર ન્યુઝ ઇન્વેસ્ટિગેશન ટીમે જણાવ્યા અનુસાર 2023માં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટોચના 10 પાસવર્ડમાં અનુમાનિત કોડનો સમાવેશ થાય છે, જેમ કે 123456, 123456789, ક્વેટ્રી, પાસવર્ડ, 12345 ક્વેટ્રી, પાસવર્ડ, 12345, 1q2w3e, 123456178, 111111 અને 1234567890, એક્સપર્ટ્સ થવા માટે સંવેદનશીલ છે.

પાસવર્ડ યુઝર્સ ભયજનક જોખમોનો સામનો કરતા હોવાથી હવે ઓનલાઇન ઓથેન્ટિકેશનમાં વૈકલ્પિક પદ્ધતિઓ આવશ્યક છે. પાસવર્ડ બદલવા માટે સૌથી આશાસ્પદ ઇનોવેશન ગણાતી પાસકી ટેકનોલોજી સફળતાપૂર્વક પોતાનો માર્ગ મોકળો કરી રહી છે અને વિશ્વભરમાં વ્યકિતઓ અને પ્રગતિશીલ કંપનીઓમાં વિશ્વાસ મેળવી રહી છે. 12,212, 645,925 પાસવર્ડ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાંથી 2,217,015,490 યુનિક હતા. એના તારણોથી વ્યકિતઓ પાસવર્ડ કેવી રીતે બનાવે છે એના પર રસપ્રદ દાખલા પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તેમની રમત ગમતની ટીમ, શહેર, ખોરાક અને અયોગ્ય ભાષાનાં સંયોજનનો સમાવેશ થાય છે.

મજબૂત પાસવર્ડ માટે આટલું કરો
એક લાંબો પાસવર્ડ બનાવો જેમાં નંબર, સિમ્બોલ્સ, લોઅરકેસ અને અપરકેસ અક્ષરના મિશ્રણનો સમાવેશ થાય છે, જેથી તમારું અકાઉન્ટ હેક થતું અટકાવી શકાય. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા અને સરળતાથી અનુમાન કરી શકાય એવા પાસવર્ડને ટાળો, જેમ કે પાસવર્ડ તમારા પાસવર્ડને સુરક્ષિત રીતે સ્ટોર કરવા અને મેનજ કરવા માટે વિશ્વસનીય અને સુરક્ષિત પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો.


Related News

Advertisement
Advertisement
Advertisement