સાળંગપુર : સૌરાષ્ટ્રમાં આવેલા યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ચાલી રહેલા શતામૃત કાર્યક્રમમાં પહેલીવાર પ4 ફુટ ઉંચી હનુમાનદાદાની પ્રતિમા પર ફોર ડી.એ.આર. ટેકનોલોજીથી પ્રોજેકશન મેપિંગ કરીને લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા હનુમાનદાદાનું જીવન ચરિત્ર રજુ કરાયું હતું. ટેકનોલોજીની મદદથી યોજાયેલા અદભુત લાઇટ એન્ડ સાઉન્ડ શોએ ભકતોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ શો તૈયાર કરનાર વિવેકસ્વામીએ કહ્યું હતું કે 17 મિનિટનો આ શો છે. પ4 ફુટ ઉંચી હનુમાનદાદાની પ્રતિમા પર હનુમાનદાદાના જીવન ચરિત્ર પર અલગ-અલગ એનિમેશન સાથે સેલર શો દ્વારા ઇફેકટ આપીને શો તૈયાર કરાયો છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો બાદ મહાઆરતી પણ યોજવામાં આવી હતી. પહેલી વખત યોજાયેલા શો જોઇને સંતો તેમજ હરિભકતો ખુશીથી ઝુમી ઉઠયા હતા.